કોવિડ-19: ભારતમાં કોરોના વાયરસ હજુ બીજા સ્ટેજમાં, એક વ્યક્તિની ભૂલ પડી શકે છે ખુબ ભારે 

દેશભરમાં કોવિડ-19ને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનની અસર સકારાત્મક દિશામાં જોવા મળી રહી છે અને આ ઘાતક વાયરસ હજુ સુધી લોકલ ટ્રાન્સમિશન (બીજા સ્ટેજ)ના સ્ટેજમાં જ છે. સરકારે કહ્યું કે જેવા આ વાયરસના કમ્યુનિટી ટ્રાન્સમિશન (સમુદાયમાં ફેલાવો, ત્રીજુ સ્ટેજ)ના પુરાવા મળશે કે સરકાર નાગરિકોને તરત વધુ અલર્ટ કરવા માટે સૂચના આપશે.

કોવિડ-19: ભારતમાં કોરોના વાયરસ હજુ બીજા સ્ટેજમાં, એક વ્યક્તિની ભૂલ પડી શકે છે ખુબ ભારે 

નવી દિલ્હી: દેશભરમાં કોવિડ-19ને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનની અસર સકારાત્મક દિશામાં જોવા મળી રહી છે અને આ ઘાતક વાયરસ હજુ સુધી લોકલ ટ્રાન્સમિશન (બીજા સ્ટેજ)ના સ્ટેજમાં જ છે. સરકારે કહ્યું કે જેવા આ વાયરસના કમ્યુનિટી ટ્રાન્સમિશન (સમુદાયમાં ફેલાવો, ત્રીજુ સ્ટેજ)ના પુરાવા મળશે કે સરકાર નાગરિકોને તરત વધુ અલર્ટ કરવા માટે સૂચના આપશે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ચેતવણીના સૂરમાં કહ્યું કે લોકડાઉન વખતે કોઈ એક ભૂલ દેશને ભારે પડી શકે છે. લોકડાઉન દરમિયાન લોકોએ બેદરકારી વર્તી તો આ લડત નિષ્ફળ જશે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે હાલ આ વાયરસ દેશમાં લોકલ ટ્રાન્સમિશન અવસ્થામાં છે. જો કમ્યુનિટી ટ્રાન્સફરના કોઈ સંકેત મળશે તો સૌથી પહેલા તમને (મીડિયા) જણાવીશું. કારણ કે તમારા દ્વારા અઆમે લોકોને જાગરૂક અને તેના પ્રત્યે સાવધ કરી શકીશું. 

લવ અગ્રવાલે કહ્યું કે આપણે બધાએ સામાજિક અંતર જાળવી રાખવું જોઈએ. એટલે સુધી કે કોઈ એક વ્યક્તિની બેદરકારીથી મહામારી ફેલાઈ શકે છે. જો લોકો દિશાનિર્દેશ મુજબ નહીં ચાલે તો આપણે જે પણ પરિણામ મેળવવા છે તે પછી મળશે નહીં અને નિષ્ફળ સાબિત થઈ શકે છે. 

અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારતમાં લોકડાઉનની અસર જોવા મળી રહી છે. 100થી 1000 કેસ સુધી પહોંચવામાં ભારતને 12 દિવસ લાગ્યાં. જ્યારે વિક્સિત દેશોમાં આ આંકડો આ દરમિયાન 5-6 હજાર સંક્રમિત દર્દીઓ સુધી પહોંચી ગયો હતો. સંકગ્રમણની ગતિ એટલા માટે અટકી કારણ કે જનતાએ સહયોગ કર્યો છે. 

જુઓ LIVE TV

હકીકતમાં મંત્રાલયે પોતાના માનક સંચાલન પ્રક્રિયા (SPO) પર સ્પષ્ટીકરણ આપવું પડ્યું છે. એસઓપીમાં કહેવાયું હતું કે દેશમાં હજુ સ્થાનિક કે સીમિત સામુદાયિક સંક્રમણ છે. ત્યારબાદ તેને લઈને ભ્રમની સ્થિતિ પેદા થઈ અને સોશિયલ મીડિયામાં કહેવાયું કે દેશમાં કોરોનાનું ત્રીજુ સ્ટેજ શરૂ થઈ ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news